નર્મદામાં ભાજપના મહિલા MLA દર્શનાબેન દેશમુખ ધરણા પર બેઠા, રાજીનામાની ચીમકી
ગુજરાત ભાજપમાં ચાલી રહેલી આંતરિક જૂથબંધી અને વિવાદો ફરી એકવાર સપાટી પર આવ્યા છે. નર્મદા જિલ્લાના પાટનગર રાજપીપળા ખાતે યોજાયેલા ભાજપના એક સત્તાવાર જાહેર કાર્યક્રમ દરમિયાન નાંદોદ બેઠકના ભાજપના જ મહિલા ધારાસભ્ય ડૉ. દર્શનાબેન દેશમુખ (Dr. Darshana Deshmukh) ના કથિત અપમાનને લઈને હાઈવોલ્ટેજ રાજકીય ડ્રામા સર્જાયો છે. કાર્યક્રમમાં પ્રોટોકોલ મુજબ યોગ્ય સ્વાગત અને સન્માન ન…

