Kumbh Mela 2025 : બોટાદના રાણપુર તાલુકાના નાગનેશધામ મોટા મંદિર અને પતીત પાવનદાસબાપુના સંકલ્પથી 55 કરોડ રામનામ લખેલી 48,000 પુસ્તિકાઓ લોકોને દર્શન માટે પ્રયાગરાજ મહાકુંભ મેળામાં લઈ જવાશે. આ અનોખી ઘટના કુંભમેળાના ઇતિહાસમાં પ્રથમ વખત બની રહી છે, અને એ માટે વર્લ્ડ રેકોર્ડ બુક ઓફ ઇન્ડિયામાં નોંધાવા માટે તેની નોંધ કરવામાં આવશે.
આ વિશેષ પ્રસંગમાં, 55 કરોડ રામનામ લખી 48,000 પુસ્તિકાઓ, જે વિશ્વના શ્રેષ્ઠ સેવાકીય સંકલ્પને વ્યક્ત કરે છે, ટ્રક મારફતે પ્રયાગરાજ લઈ જવામાં આવશે. જ્યાં આ પુસ્તિકાઓ ભક્તો માટે મુકવામાં આવશે. આ સમગ્ર કામગીરી નાગનેશધામ મોટા મંદિરના ટ્રસ્ટી અને પતીત પાવનદાસબાપુના સંકલ્પ સાથે થઈ રહી છે.
આ ખાસ સેવા કેન્દ્ર, જે 3 વીઘા જમીન પર વિસાળ ટેન્ટ અને ડોમમાં ખુલશે, ભક્તોને ચા, નાસ્તો અને ભોજન પૂરું માસ પૂરો પાડશે. આ કાર્યમાં સૌરાષ્ટ્રના 55 કરોડ રામનામનું લખાણ અને તેનું દર્શન વૈશ્વિક રેકોર્ડ તરીકે નોંધાવાનું છે.
રાણપુર તાલુકાના નાગનેશધામ મોટા મંદિરના ટ્રસ્ટી પ્રવિણસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, અખિલ ભારતીય ચિત્રકુટ ઝાલાવાડથી આ ખાલસા જાય છે. બાપુના સંકલ્પથી અમે 55 કરોડ રામનામનું લેખન કર્યું છે. જેને ટ્રકમાં ભરી પ્રયાગરાજ લઇ જવામાં આવશે. ત્યાં ત્રિવેણી સંગમમાં તેની પૂજા થશે, શોભાયાત્રા નીકળશે અને વર્લ્ડ રેકોર્ડ ઓફ બુકમાં આનો વર્લ્ડ રેકોર્ડ નોંધાશે. કારણ કે, અત્યાર સુધીના કુંભ મેળાના ઇતિહાસમાં 55 કરોડ રામનામ લેખન કોઇએ કર્યું નથી.