ગુજરાત સરકારના ગુજરાત પછાત વર્ગ વિકાસ નિગમ દ્વારા અમલમાં આવેલ મહિલા સમૃદ્ધિ યોજના (MSY), પછાત વર્ગની મહિલાઓને આર્થિક રીતે સશક્ત બનાવવા માટે શરૂ કરવામાં આવી છે. આ યોજના માટે લોનથી લોકો પોતાના ધંધાની શરૂઆત કરી શકે છે, જે તેમને સ્વરોજગારી તરફ આગળ વધારવા માટે એક ઉત્તમ તક પૂરી પાડે છે.
મહિલા સમૃદ્ધિ યોજનાનો હેતુ
આ યોજનાનો મુખ્ય હેતુ પછાત વર્ગની મહિલાઓને સ્વરોજગારી માટેની લઘુ ધિરાણ સુવિધા પૂરી પાડવાનો છે. અરજદારે પોતાનો ધંધો શરૂ કરવા માટે લોન મેળવવી છે, જે તેને આર્થિક રીતે સશક્ત બનાવે છે.
લોન મેળવવાની પાત્રતા
અરજદાર સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગમાંથી હોવો જરૂરી છે.
અરજદારોના કુટુંબની વાર્ષિક આવક ₹3.00 લાખ થી વધુ ન હોવી જોઈએ.
અરજદારની ઉંમર 21 થી 45 વર્ષ વચ્ચે હોવી જોઈએ.
અરજદારને અગાઉ વ્યાપારનો અનુભવ અને તકનીકી કુશળતા હોવી જોઈએ.
યોજનાની મુખ્ય લાક્ષણિકતાઓ
લોનની મહત્તમ રકમ: ₹1.25 લાખ
વ્યાજ દર: 4% પ્રતિ વર્ષ
ઉપલબ્ધ લોન: યુનિટ ખર્ચના 95% માટે લોન મળશે, જેમાં 95% રાષ્ટ્રીય નિગમ અને 5% રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવશે.
પ્રતિહપ્ત માસિક હપ્તા: 48 માસિક હપ્તાઓમાં લોનની ચુકવણી, જેમાં વ્યાજનો સમાવેશ થાય છે.
મહિલા સમૃદ્ધિ યોજનાના લાભો
લોનના વ્યાજ દરમાં સસ્તું અને સરળ ચૂકવણીની યોજના.
પછાત વર્ગની મહિલાઓ માટે જાતિ, આવક, અને શૈક્ષણિક પાત્રતાને આધારે સહાય.
વિવિધ પ્રકારના વ્યવસાયોની શરૂઆત માટે પૂરતો આધાર.
આવશ્યક દસ્તાવેજો
જાતિનો દાખલો, આવકનો દાખલો, શાળા છોડયાનું પ્રમાણપત્ર, આધાર કાર્ડ, રહેણાંક પુરાવા, પ્રમાણિત અનુભવ, બેંક એકાઉન્ટની વિગતો, વગેરે.
કેવી રીતે અરજી કરવી?
ગુજરાત પછાત વર્ગ વિકાસ નિગમની વેબસાઈટ પર જાઓ.
Apply Now બટન પર ક્લિક કરો અને જરૂરી વિગતો ભરો.
અરજી સબમિટ કર્યા બાદ કન્ફર્મેશન નંબર સાચવી રાખો.
ફોટો અને દસ્તાવેજો અપલોડ કરો, અને Confirm Application પર ક્લિક કરીને તમારી અરજી મોકલો.
હવે જે તમે ફોર્મ ભર્યું છે તેની પ્રિન્ટ તમને સામે જોવા મળશે તેમનું તમારે પ્રિન્ટ લેવાની રહેશે.
મહત્વપૂર્ણ લિંકસ
સતાવર વેબસાઇટ https://gbcdconline.gujarat.gov.in
મહિલા સમૃદ્ધિ યોજના ગુજરાતની મહિલાઓ માટે એક શ્રેષ્ઠ તક છે જે તેમને વ્યાવસાયિક રીતે આગળ વધવા માટે પ્રોત્સાહિત કરે છે.