આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પર મૈત્રી ફાઉન્ડેશન દ્વારા મહિલાઓનો કરાયો વિશેષ સન્માન!

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના અવસરે મૈત્રી ફાઉન્ડેશન દ્વારા  મહિલાઓનો સન્માન કરવામાં આવ્યો અને તેમને શુભકામનાઓ પાઠવવામાં આવી હતી. આ પ્રસંગે મૈત્રી ફાઉન્ડેશનની ઓફિસમાં મહિલાઓનો સન્માન માટે એક ભવ્ય કાર્યક્રમનો આયોજન કરવામાં આવ્યો હતો. આ મહિલા દિવસ નિમિત્તે અનેક મહિલાઓનો મૈત્રી ફાઉન્ડેશન તરફથી સન્માન કરવામાં આવ્યું હતું અને તેમને ખાસ ભેટ આપવામાં આવી હતી.

નોંધનીય છે કે મૈત્રી ફાઉન્ડેશન ગોમતીપુર અમદાવાદ સારવાર મંડળના પૂર્વ પ્રમુખ કે જેઓ પોતે ૯૦ વર્ષની ઉંમર હોવા છતાં સેવાભાવી પૂર્વ પ્રમુખ શ્રીમતી બિમલા બા હુર્રા સેવાકિય પ્રવૃત્તિમાં આજેપણ કાર્યરત રહે છે. માનવસેવાને જ પ્રભુ સેવા ગણીને સેવા માટે જીવન સમર્પિત કરી દીધું છે.

ઉલ્લેખનીય છે કે મૈત્રી ફાઉન્ડેશનના પ્રમુખ દીપકકુમાર કસલકરે જણાવ્યું હતું કે મૈત્રી ફાઉન્ડેશન તરફથી તમામ મહિલાઓને શુભકામનાઓ. તમે દરેક દિનમાં અમૂલ્ય યોગદાન આપતા આવો છો, અને તમારી શક્તિ, ધૈર્ય અને પ્રતિબદ્ધતા અમને પ્રેરણા આપે છે. આવો, આ દિવસ મનાવીને, આપણે શ્રેષ્ઠ સમાજ માટે પરસ્પર સહકાર અને સમાનતા તરફ આગળ વધીએ.

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પર મૈત્રી ફાઉન્ડેશન પ્રમુખ – દીપકકુમાર કસલકર, જીગ્નેશ મકવાણા તથા દિવ્યા સરવૈયા, ઈશા સોલંકી, ગીતા પરમાર જ્ઞાનગંગા ચેરિટેબલ ટ્રસ્ટ પ્રમુખ – હેતલ શ્રીમાળી તથા સાંઈ ગ્રુપ ટ્યુશન એચ. કે. સર ડૉ ભીમરાવ સમિતિ સુખરામનગર દિપકભાઈ પરમાર ઉપસ્થિત રહ્યા હતા અને આ મહિલા દિવસના કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

આ પણ વાંચો –  Extra buses for Holi : વતન જતાં મુસાફરો માટે રાહત! હોળી પર દોડશે 7100 એસટી બસો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *