ગુજરાત સરકારની આ યોજનાઓ જો તમે તમારા બાળકના અભ્યાસના ખર્ચને લઈને ચિંતા કરી રહ્યા છો, તો હવે વધુ ચિંતા કરવાની જરૂર નથી. ગુજરાત સરકાર “શિક્ષિત ગુજરાત, વિકસિત ગુજરાત”ના નિર્માણ માટે વિવિધ શક્તિશાળી યોજનાઓ ચલાવી રહી છે, જેનાથી તેજસ્વી અને જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને શૈક્ષણિક સહાય મળી રહી છે. ચાલો, જાણીએ કઈ એવી યોજનાઓ છે, જે માતા-પિતાને પોતાના બાળકના અભ્યાસ માટે ખૂબ જ ઉપયોગી થઈ શકે છે. ગુજરાત સરકારની આ યોજનાઓ
1. મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના (MYSY)
હેતુ: આ યોજના હેઠળ તેજસ્વી અને જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ માટે જરૂરી આર્થિક સહાય આપવામાં આવે છે.
ટ્યુશન ફી સહાય: ₹10,000 થી ₹2,00,000 સુધી (વાર્ષિક ધોરણે) (ટ્યુશન ફીનો 50% અથવા મહત્તમ મર્યાદા બે પૈકી ઓછું)
અરજી માટે: MYSY Website
2. મુખ્યમંત્રી કન્યા કેળવણી નિધિ યોજના (MKKN)
હેતુ: MBBSના અભ્યાસક્રમમાં કન્યાઓને આર્થિક સહાય પ્રદાન કરી તેમની અભ્યાસ યાત્રાને સરળ બનાવવી.
સહાય: MBBS અભ્યાસ કરતી કન્યાઓને MYSY હેઠળ મળતી 50% ટ્યુશન ફી સહાય ઉપરાંત વધારાની ₹4,00,000 સુધીની ટ્યુશન ફી સહાય.
અરજી માટે: MYSY Website
3. મુખ્યમંત્રી શિષ્યવૃત્તિ યોજના (CMSS)
હેતુ: અતિ જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ માટે આર્થિક સહાય પ્રદાન કરવી.
ટ્યુશન ફી સહાય: ₹10,000 થી ₹5,00,000 સુધી (વાર્ષિક ધોરણે)
અરજી માટે: CMSS Website
4. એજ્યુકેશન લોન પર વ્યાજ સબસિડી યોજના (ISEL)
હેતુ: દેશ અને વિદેશમાં ઉચ્ચ શિક્ષણ માટે તેજસ્વી અને જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને એજ્યુકેશન લોન પર વ્યાજ સબસિડી આપવી.
સહાય: ₹10,00,000 સુધીની એજ્યુકેશન લોન પર મોરિટેરીયમ પિરિયડ (કોર્સ સમયગાળો + 1 વર્ષ) સુધી વ્યાજ સબસિડી.
અરજી માટે: ISEL Website
5. આદિજાતિના બાળકો માટે ફ્રી-શીપ કાર્ડ સવલત
હેતુ: આ ફ્રી-શીપ કાર્ડ દ્વારા વિદ્યાર્થી પોતાની કોલેજમાં પ્રવેશ સુનિશ્ચિત (કન્ફર્મ) કરી શકે છે.
સહાય: ફ્રી-શીપ કાર્ડ (શિષ્યવૃત્તિ સહાય).
અરજી માટે: Digital Gujarat Website
આ પણ વાંચો – ભાવનગર મહાનગરપાલિકામાં નોકરી કરવાની સુવર્ણ તક, આ પોસ્ટ માટે મંગાવાઇ અરજી