આણંદમાં ‘સર્વધર્મ સદ્ભાવના’ અને વાર્ષિક ઇનામ વિતરણ સમારોહનું ભવ્ય આયોજન,RSS નેતા ખાસ રહેશે ઉપસ્થિત

Madhya Gujarat Muslim Seva Samaj

Madhya Gujarat Muslim Seva Samaj : મધ્ય ગુજરાત મુસ્લિમ સેવા સમાજ (આણંદ જિલ્લો) દ્વારા ‘વાર્ષિક ઇનામ વિતરણ સમારોહ અને સર્વધર્મ સદ્ભાવના સમારોહ’ નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ સોમવાર, તા. 06/07/2026 ના રોજ બપોરે 2 કલાકે યોજાશે. આ કાર્યક્રમનું સ્થળ યુનિટી કોમ્યુનિટી હોલ, મહાવીર પાર્ક પાસે, નયા વતન સોસાયટી સામે, મુ.આણંદ, તા.જિ.આણંદ રાખવામાં આવ્યું છે.

Madhya Gujarat Muslim Seva Samaj : મુખ્ય મહેમાનો અને મહાનુભાવો

આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) ના નેશનલ એક્ઝિક્યુટિવ મેમ્બર અને મુસ્લિમ રાષ્ટ્રીય મંચના માર્ગદર્શક ડો. ઇન્દ્રેશકુમાર ઉપસ્થિત રહેશે. તેમની સાથે મુસ્લિમ રાષ્ટ્રીય મંચના રાષ્ટ્રીય સંયોજક અને નેશનલ કમિશન ફોર માઇનોરીટી એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યુશનના ચેરમેન ડો. શાહિદ અખ્તર  પણ હાજરી આપશે. આ ઉપરાંત  સૈયદ કદીર પીરઝાદા સાહેબ, આણંદના સામાજિક કાર્યકર  તાજદ્દીન હાલાણી (રાજુભાઈ) અને મુસ્લિમ અગ્રણી  વજીરખાન પઠાણ પણ મુખ્ય મહેમાન તરીકે હાજર રહેશે.

અતિથિ વિશેષ અને આશીર્વચન

અતિથિ વિશેષ તરીકે કરમસદ-આણંદ મહાનગરપાલિકાના મેયર દીપિકાબેન પટેલ, વડોદરા મુસ્લિમ ડોક્ટર એસોસિએશનના પ્રમુખ ડો. મોહંમદ હુસૈન, જમીઅતે ઉલમા-એ-હિંદના ઉપપ્રમુખ એમ.જી. ગુજરાતી, ગોધરાના ડો. સમીર મેમણ અને સામાજિક કાર્યકર ખમીસાભાઈ સિંધી ઉપસ્થિત રહી કાર્યક્રમની શોભા વધારશે.

કાર્યક્રમમાં કોમી એકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડતા, શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલ ધામના મુખ્ય પૂજારી પરમ  શ્રી હરિસ્વરૂપાનંદજી બ્રહ્મચારી મહારાજ અને પાલી સેવાલિયાના ગાદીપતિ પીરે તરીકત સૈયદ કલંદર બાદશાહ બાપુ દ્વારા આશીર્વચન પાઠવવામાં આવશે.

કાર્યક્રમના નિમંત્રકો

આ ભવ્ય આયોજન મધ્ય ગુજરાત મુસ્લિમ સેવા સમાજના પ્રમુખ જનાબ કરીમભાઈ મલેક, કન્વીનર ઇકબાલભાઈ પોયા, મંત્રી સિરાજમીયાં કુરેશી, પ્રમુખ રીયાજુદ્દીન કાદરી અને કન્વીનર નશરુદ્દીન રાઠોડ દ્વારા કરવામાં આવ્યું છે.

અત્રે નોંધનીય છે કે, કોમી એકતા અને ભાઈચારાના પ્રતિક સમાન આ ‘સર્વધર્મ સદ્ભાવના સમારોહ’માં ઉપસ્થિત રહેવા માટે આયોજકો દ્વારા તમામ ધર્મના લોકોને અને જાહેર જનતાને ખાસ આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. આ ઉપરાંત, કાર્યક્રમની પૂર્ણાહુતિ બાદ પધારેલા તમામ મહેમાનો અને આમંત્રિતો માટે ભોજનની પણ વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે, જેથી સૌ એકસાથે બેસીને સામાજિક સમરસતાનો સુંદર સંદેશ આપી શકે.

આ પણ વાંચો: મધ્ય ગુજરાત મુસ્લિમ સેવા સમાજ દ્વારા તેજસ્વી વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાશે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *