Use of Gujarati language – ગુજરાત હાઇકોર્ટમાં રૂટીન ન્યાયિક પ્રક્રિયામાં અંગ્રેજી ભાષાની સાથે સાથે ગુજરાતી ભાષાને પણ અધિકૃત રીતે અમલી બનાવવા માટે ઘણા વર્ષોથી પ્રયાસો થઈ રહ્યા છે. આ દરમિયાન “મારો ન્યાય મારી ભાષામાં”ના મુદ્દે અમદાવાદના પ્રબુદ્ધ નાગરિકોની હાજરીમાં એક બેઠક યોજાઈ હતી, જેમાં વિવિધ નિર્ણય લેવાયા.
વિશ્વ માતૃભાષા દિવસે કાર્યક્રમો યોજવાની યોજના
Use of Gujarati language – આ અંગે સિનિયર એડવોકેટ અસીમ પંડ્યાએ જણાવ્યું હતું કે, “ગુજરાત રાજ્ય ઉચ્ચ ન્યાયાલય ભાષા સમિતિની રચના કરવામાં આવશે. આ સમિતિમાં વિવિધ જિલ્લાના એક-એક પ્રતિનિધિનો સમાવેશ કરીને, ગુજરાતી ભાષાને વડી અદાલતમાં અધિકૃત ભાષા તરીકે સ્વીકૃતિ મળે તે માટેની નીતિ ઘડાશે.” તેમજ 21મી ફેબ્રુઆરીના વિશ્વ માતૃભાષા દિવસે અને 1મી મેથી ગુજરાત સ્થાપના દિનના અવસરે આ કાર્યક્રમો યોજવાની યોજના છે.
અસીમ પંડ્યાએ વધુમાં જણાવ્યું હતું કે, “ગુજરાતની વડી અદાલતમાં ગુજરાતી ભાષાની સ્વીકૃતિ મેળવવા માટે વડાપ્રધાન, કાયદામંત્રી, ગુજરાતના રાજ્યપાલ, અને મુખ્યપ્રધાનને આ મુદ્દે વિગતવાર રજૂઆત કરાશે.” ગુજરાતી સાહિત્ય પરિષદ, ગુજરાત વિદ્યા પીઠ, તથા અદાલતના વકીલ મંડળો જેવી સંસ્થાઓને આ ઝુંબેશમાં જોડવામાં આવશે, અને તેમનું સમર્થન મેળવતાં ઠરાવો કરાશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, 1977 અને 1991માં ગુજરાત સરકાર દ્વારા રચાયેલી ગુજરાતી ભાષા સમીક્ષા સમિતિએ પણ રાજ્ય સરકારને સૂચન કર્યું હતું કે, ગુજરાત હાઇકોર્ટમાં માતૃભાષા ગુજરાતી ભાષાનો ઉપયોગ તબક્કાવાર વધારવો જોઈએ, અને આ માટે રાષ્ટ્રપતિ પાસેથી મંજૂરી મેળવવાની ભલામણ કરી હતી. આ ભલામણ 2012માં રાજ્ય સરકાર દ્વારા સ્વીકારવામાં આવી હતી. જોકે, 2016માં સુપ્રીમકોર્ટે હાઇકોર્ટમાં ગુજરાતી ભાષાને વધારાની ભાષા તરીકે લાગુ કરવાની વિનંતીનો સાફ ઇન્કાર કરી દીધો હતો.
ગુજરાત હાઇકોર્ટ એડવોકેટ્સ એસોસિએશનના પૂર્વ પ્રમુખે 8-9-2022ના રોજ હાઇકોર્ટમાં ગુજરાતી ભાષાની સત્તાવાર અમલવારી માટે રાજ્યપાલને પત્ર લખ્યો હતો. બંધારણીય જોગવાઈ અનુસાર, ભાષાના ઉપયોગ અંગે સુપ્રીમકોર્ટ કે હાઇકોર્ટની કોઈ ભૂમિકા નથી. ગુજરાત બાર કાઉન્સિલે પણ આ મુદ્દે ટેકો આપ્યો હતો. જોકે, હવે ફરી એકવાર હાઇકોર્ટમાં માતૃભાષા ગુજરાતી ભાષાને અધિકૃત રીતે અમલી બનાવવાની માંગ ઉઠી