Digital Attendance System – ગુજરાત સરકારએ સરકારી નોકરી કરતાં અધિકારીઓ માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. ગુજરાત સરકાર દ્વારા સરકારી કચેરીઓમાં અધિકારીઓ અને કર્મચારીઓ માટે ‘ડિજિટલ અટેન્ડન્સ સિસ્ટમ’ લાગુ કરવામાં આવશે. આ સિસ્ટમ અત્યાર સુધી અમુક નિશ્ચિત કચેરીઓમાં જ લાગુ કરવામાં આવશે, પરંતુ પછીથી તમામ સરકારી કચેરીઓમાં તેનો અમલ કરવામાં આવશે
ગુજરાત સરકાર દ્વારા આ માટે એક પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. પરિપત્રમાં જણાવાયું છે કે, સચિવાલય અને અન્ય સરકારી કચેરીઓમાં કર્મચારીઓ અને અધિકારીઓએ પોતાનું કાર્યસ્થળ પર નિયમિત ઉપસ્થિત રહેવું જોઈએ, જેથી કાર્યક્ષમતા વધે, શિસ્ત જાળવવામાં આવે અને સરકારી કાર્ય પર અસરકારકતા આવે.
ડિજિટલ અટેન્ડન્સ સિસ્ટમનો અમલ
Digital Attendance System – સરકારી કચેરીઓમાં અધિકારીઓ અને કર્મચારીઓના મોડા આવવાના અને અનિયમિત હોવાના અનેક દાવા અને મીડિયા અહેવાલો પછી, સરકાર લાંબા સમયથી વધુ સરળ અને સુસંગત રીતે હાજરીને નિયંત્રિત કરવા માટે ડિજિટલ સિસ્ટમ લાગુ કરવા પર વિચાર કરી રહી હતી. આ સિસ્ટમ સાથે, મોડા આવનાર અધિકારીઓ અને કર્મચારીઓ પર નિયંત્રણ લાવવામાં આવશે, અને તેમનાથી શિસ્ત જાળવવા માટે પ્રોત્સાહન મળશે.
ડિજિટલ એટેન્ડન્સ સિસ્ટમ’ 1 ફેબ્રુઆરીથી લાગુ થશે
ગુજરાત સરકાર દ્વારા 1 ફેબ્રુઆરીથી નવો ‘ડિજિટલ એટેન્ડન્સ સિસ્ટમ’ અમલમાં લાવવામાં આવશે. આ સિસ્ટમ પ્રથમ પ્રાયોગિક ધોરણે નવા સચિવાલય સંકુલના તમામ વિભાગો, કલેકટર ઓફિસ, ડી.ડી.ઓ. ઓફિસ – ગાંધીનગર, કર્મયોગી ભવન અને ઉદ્યોગ ભવનની સરકારી કચેરીઓમાં લાગુ થશે. ત્યારબાદ, આ સિસ્ટમ ગુજરાત સરકારની અન્ય કચેરીઓમાં પણ લાગુ કરવામાં આવશે.
3 મહિનાનો પ્રારંભિક સમયગાળો
આ પ્રારંભિક તબક્કે 3 મહિનાઓ માટે ‘ડિજિટલ એટેન્ડન્સ સિસ્ટમ’માં હાજરીની નોંધણી સાથે હાલમાં ચાલતી હાજરી પ્રથા પણ ચાલુ રહેશે. આ સિસ્ટમથી ઑફિસની લોકેશન મેપિંગ, હાજરી માર્ક કરવી, હાજરીનું ટ્રેકિંગ, ડેટા એનાલિસિસ અને રિપોર્ટિંગ જેવી સુવિધાઓ ઉપલબ્ધ થશે.
આ પણ વાંચો- building fell in Burari : દિલ્હીમાં ચાર માળની ઇમારત ધરાશાયી,કાટમાળમાં 20થી વધુ લોકો દબાયાની આશંકા!