ICAI CA Final Results 2024 : CA ફાઇનલ પરિણામ: અમદાવાદની રિયા શાહે મેળવ્યું સમગ્ર ભારતમાં બીજું સ્થાન

ICAI CA Final Results 2024

ICAI CA Final Results 2024 : ICAI (ઈન્સ્ટિટ્યૂટ ઑફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઑફ ઇન્ડિયા) દ્વારા આ વર્ષના CA Final પરીક્ષાના પરિણામો ગઈકાલે રાત્રે જાહેર થયા છે. ટોચના ત્રણ સ્થાનોમાં બે વિદ્યાર્થી અને બે વિદ્યાર્થીનીઓએ સ્થાન મેળવ્યું છે, જેમાં અમદાવાદની રિયા શાહ સમગ્ર દેશમાં બીજા ક્રમાંકે આવી છે. હૈદરાબાદના હેરાંબ મહેશ્વરી અને તિરૂપતિના રિષભે ઓસ્વાલે 508 માર્ક્સ સાથે પ્રથમ ક્રમાંક મેળવ્યો છે, જ્યારે રિયા શાહે 501 માર્ક્સ સાથે બીજા નંબરે પોતાનું સ્થાન મજબૂત કર્યું છે. કોલકાતાની કિંજલ અજમેરા ત્રીજા ક્રમાંકે રહી છે, જેણે 493 માર્ક્સ મેળવ્યા છે.

અમદાવાદની રિયા શાહનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન
હૈદરાબાદના હેરાંબ મહેશ્વરી અને તિરૂપતિના ઓસ્વાલે સંયુક્ત રૂપે 508 માર્ક્સ (84.67%) સાથે પ્રથમ સ્થાન મેળવ્યું છે. રિયા શાહે 501 માર્ક્સ (83.5%) સાથે ગૌરવપૂર્ણ બીજું સ્થાન પ્રાપ્ત કર્યું છે. કોલકાતાની કિંજલ અજમેરાએ 493 માર્ક્સ (82.17%) સાથે ત્રીજું સ્થાન મેળવ્યું છે.

31,946 વિદ્યાર્થીઓએ સફળતાપૂર્વક પરીક્ષા પાસ કરી
આ વર્ષે ICAI CA Final પરીક્ષામાં કુલ 31,946 વિદ્યાર્થીઓએ સફળતા મેળવી છે, જેમાંથી 11,500 વિદ્યાર્થીઓ નવા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ તરીકે પાત્ર બન્યા છે. ICAIના પ્રમુખ રણજીત કુમાર અગ્રવાલે તમામ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા છે અને તેમને ભવિષ્ય માટે શુભકામનાઓ આપી છે.

પાસિંગ રેટમાં નોંધપાત્ર વધારો
ગ્રૂપ 1: 66,987માંથી 11,253 વિદ્યાર્થીઓ પાસ (16.8%)
ગ્રૂપ 2: 49,459માંથી 10,566 વિદ્યાર્થીઓ પાસ (21.36%)
ગ્રૂપ 3: 30,763માંથી 4,134 વિદ્યાર્થીઓ પાસ (13.44%)

ICAI CA Final 2024નું પરિણામ ગુજરાત માટે ગૌરવ છે, જેમાં રિયા શાહે સમગ્ર દેશમાં ગુજરાતનું નામ રોશન કર્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *