Kankaria Carnival cancelled till December 31 -અમદાવાદમાં કાંકરિયા કાર્નિવલ 2024ને 31 ડિસેમ્બર સુધી સંપૂર્ણપણે રદ કરવામાં આવ્યો છે. આ નિર્ણય દેશના પૂર્વ પ્રધાનમંત્રી ડૉ. મનમોહન સિંહના દુઃખદ અવસાનને લઈને લેવાયો છે. 27 ડિસેમ્બર 2024ના રોજ Ahmedabad Municipal Corporation (AMC) દ્વારા જાહેર કર્યું છે કાંકરિયા લેક ફ્રંટ પર વિનામૂલ્ય પ્રવેશ ચાલુ રહેશે, પરંતુ આટલા મોટા સાંસ્કૃતિક કાર્યક્રમો અને કાર્નિવલની તમામ કાર્યક્રમ 31 ડિસેમ્બર સુધી રદ કરવામાં આવ્યો છે. નોંધનીય છે કે, 25મી ડિસેમ્બરના રોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે અમદાવાદમાં કાંકરિયા કાર્નિવલ 2024નો પ્રારંભ કરાવ્યો હતો.
Kankaria Carnival cancelled till December 31 -નોંધનીય છે કે પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહનું ગુરુવાર રાતે નિધન થયું હતું. જાણકારી અનુસાર, તબિયત ખરાબ થયા બાદ તેમને મોડી સાંજે દિલ્હીની એઈમ્સમાં દાખલ કરવામાં આવ્યા હતા. પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહના નિધન પર આખા દેશમાં શોકની લાગણી ફેલાઈ છે. દેશના મહાન સપૂતના નિધન બાદ દેશમાં 7 દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કરવામાં આવ્યો છે. આ દરમ્યાન તિરંગો અડધી કાંઠીએ ફરકાવવામાં આવશે.ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા 27 ડિસેમ્બર માટે નિર્ધારિત તમામ કાર્યક્રમો પણ રદ કરવામાં આવ્યા છે, જે પૂર્વ પીએમને શ્રદ્ધાંજલિ આપવાના સંદર્ભમાં લેવામાં આવેલું હતું.
આ પણ વાંચો – Manmohan Singh Passes Away: યુગનો અંત: પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહનું નિધન, દેશે ગુમાવ્યું ‘અનમોલ રત્ન’