રાજ્ય સરકાર દ્વારા પોલીસ વિભાગમાં ભરતીને લઈને હાઇકોર્ટ માં એક મોટી જાહેરાત કરવામાં આવી છે. સુનાવણી દરમ્યાન, રાજ્ય સરકારે કોર્ટને ખાતરી આપી કે ડિસેમ્બર 2024 સુધીમાં 3800 પોલીસકર્મીઓની ભરતી કરવામાં આવશે.
હાઇકોર્ટે રાજ્ય સરકારને સૂચનો કર્યા
સમગ્ર સુનાવણી દરમિયાન હાઇકોર્ટે રાજ્ય સરકારને કેટલાક મહત્વપૂર્ણ સૂચનો પણ કર્યા. કોર્ટે જણાવ્યું હતું કે, “પોલીસની ભરતી ઘણી મહત્ત્વની બાબત છે,” અને સરકારે પોલીસ ભરતી માટેની એકેડેમીની સંખ્યા વધારવી જોઈએ. તેમણે આગાહ કરી કે રાજ્યએ 3 નવી એકેડેમી શરૂ કરવાની જરૂર છે, જેથી વધારે સંખ્યામાં ઉમેદવારોને તાલીમ આપી શકાય.કોર્ટે રાજ્ય સરકારને સૂચવ્યું છે કે, ગુજરાતના ઉમેદવારોને અન્ય રાજ્યોની પોલીસ એકેડેમીમાં મોકલવાનો વિચાર કરવો જોઈએ. આ પગલાંથી ગુજરાતમાં પોલીસની ભરતી પ્રક્રિયા વધુ મજબૂત બનશે.
આગામી સુનાવણી
હાઇકોર્ટ દ્વારા લેવાયેલા આ નિર્ણયોની વધુ તપાસ માટે હવે કેસની સુનાવણી આગામી સપ્તાહે હાથ ધરાશે. રાજ્ય સરકારના આ પગલાંથી ગુજરાતના પોલીસ વિભાગમાં ભરતી પ્રક્રિયાને વધુ સક્ષમ બનાવવામાં મદદ મળશે, જે રાજ્યના સુરક્ષા વ્યવસ્થાને મજબૂત કરશે.અહેવાલ અનુસાર ડિસેમ્બર 2024 સુધીમાં આ ભરતી પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે જેમાં 3800થી વધુ આસિસ્ટન્ટ ઇન્સ્પેક્ટર અને હેડ કોન્સ્ટેબલની ખાલી જગ્યા ભરવામાં આવશે. જ્યારે માર્ચ 2025 સુધીમાં 1414 જેટલા પોલીસ ઇન્સ્પેક્ટર અને પોલીસ સબ ઇન્સ્પેક્ટરને પ્રમોશન આપવાનો નિર્ણય પણ લેવાયો છે. ત્યારબાદ ગુજરાત સરકારે હાઇકોર્ટમાં કહ્યું કે સપ્ટેમ્બર 2026 સુધીમાં પોલીસ વિભાગમાં ખાલી પડેલી તમામ જગ્યાઓ ભરવા પ્રયાસ કરીશું.
આ પણ વાંચો – મહિલા T20 વર્લ્ડકપની સેમીફાઇનલમાં મોટો અપસેટ, આફ્રિકાએ ઓસ્ટ્રેલિયાને હરાવી ફાઇનલમાં પહોંચી