મુન્દ્રાના સૂર્યનગર વિસ્તારમાં આવેલા એક રહેણાંક મકાનમાં એસીના કોમ્પ્રેસરમાં બ્લાસ્ટ થતાં આગ લાગી ગઈ હતી, જેના કારણે પિતા અને પુત્રીનું મૃત્યુ થયું હતું, જ્યારે માતા ગંભીર રીતે દાઝી ગઈ હતી અને તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.આ ઘટનામાં, બ્લાસ્ટ પછી ઘરમાં આગ ફેલાઈ ગઈ હતી અને ત્રણ સભ્યો ગાઢ નિંદ્રામાં હતા. રવિ કુમાર રામેશ્વર રાય (ઉ.વ. 41) અને તેમની 2 વર્ષીય પુત્રી જાનવીનું કમકમાટીભર્યું મૃત્યુ થયું, જ્યારે તેમની પત્ની કવિતાબેન ગંભીર રીતે દાઝી ગયા હતા અને તેમની હાલત હાલત પણ નાજુક છે.ઘટનામાં ભોગ બનનારો પરિવાર આંધ્રપ્રદેશનો હોવાનું સામે આવ્યું છે.
નોંધનીય છે કે આ ઘટનાની જાણ થતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને ઇજાગ્રસ્તોનેસત્વરે હોસ્પિટલ પહોંચાડ્યા હતા. પોલીસે પહોંચીને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યા હતા. કયા કારણોસર કોમ્પ્રેસરમાં બ્લાસ્ટ થયો તે અંગે હજુ સુધી કોઇ માહિતી પ્રાપ્ત થઇ નથી.
આ પણ વાંચો- ગુજરાત સરકારે સરકારી કર્મચારીઓની હાજરી અંગે લીધો નિર્ણય,Digital Attendance System લાગુ કરાશે!