ગાઝામાં સ્કૂલ પર ઇઝરાયેલી સેનાએ એરસ્ટ્રાઇક કરતા 100થી વધુના મોત

ગાઝા

છેલ્લા 10 મહિનાથી ગાઝામાં ઈઝરાયેલનો ચાલી રહેલો વિનાશ ઓછો થવાના કોઈ સંકેત દેખાતા નથી. તાજેતરના હુમલામાં, ઇઝરાયેલી સેનાએ ગાઝા શહેરની એક શાળા પર જોરદાર હવાઈ હુમલો કર્યો છે. આ હવાઈ હુમલામાં લગભગ 100 લોકો માર્યા ગયા છે, જ્યારે કેટલાક ડઝન લોકો ગંભીર રીતે ઘાયલ હોવાનું કહેવાય છે. આ હુમલો અલ-તાબીન સ્કૂલ પર કરવામાં આવ્યો હતો. આ પછી ઈરાને તેની આકરી પ્રતિક્રિયા આપી છે. તેમનું કહેવું છે કે ઈઝરાયેલ ગાઝામાં સતત નરસંહાર કરી રહ્યું છે.

ગાઝા ની સ્કૂલ

ઈરાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા નાસેર કાનનીએ એક નિવેદનમાં આ હુમલાને નરસંહાર અને માનવતા વિરુદ્ધ ગુનો ગણાવ્યો હતો. તેમણે કહ્યું કે ઈઝરાયેલે ફરી એકવાર સાબિત કર્યું છે કે તે કોઈપણ આંતરરાષ્ટ્રીય કાયદા કે નૈતિક સિદ્ધાંતો માટે પ્રતિબદ્ધ નથી.ઇઝરાયેલનો મુકાબલો કરવાનો એકમાત્ર રસ્તો એ છે કે મુસ્લિમ દેશો એક સાથે આવે અને પેલેસ્ટિનિયન રાષ્ટ્રને સમર્થન આપે. સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ પાસેથી તાત્કાલિક પગલાં લેવાની માંગ કરવામાં આવી છે.

આ હુમલા પછી, IDFએ કહ્યું કે બાતમી મળી હતી કે હમાસ અને ઇસ્લામિક જેહાદના 20 ખતરનાક આતંકવાદીઓ અલ-તાબીન સ્કૂલ કેમ્પસની અંદર છુપાયેલા છે. આતંકીઓ હુમલા કરવા માટે શાળાનો ઉપયોગ કરી રહ્યા છે. આ પછી ઈઝરાયેલની સેનાએ સ્કૂલ પર હવાઈ હુમલો કર્યો. જેમાં ઘણા આતંકવાદીઓ માર્યા ગયા છે. આ સાથે IDFએ લેબનોનમાં હમાસના વરિષ્ઠ કમાન્ડર સમીર મહમૂદ અલ-હજને પણ માર્યો છે.

આ પણ વાંચો –  ઇઝરાયેલની ગુપ્તચર સંસ્થા મોસાદ આ રીતે કરે છે કામ,જાણો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *